Back
ઝી 24 કલાકના કંટ્રોલ રૂમથી ઉષાબેનને મળ્યો સહારો!
AKArpan Kaydawala
Aug 10, 2025 07:01:15
Ahmedabad, Gujarat
slug: ahd_control_room
feed: 0608ZK_LIVE_AHD_CONTROL_ROOM
એંકર
ઝી ચોવિસ કલાકના સૌથી લોકપ્રિય કાર્યક્રમ કંટ્રોલ રૂમમાં આપણુ ઉષ્માભર્યુ સ્વાગત છે...આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવા લોકોને મદદ કરવાનો છે કે જેઓ સરકારના મળવા પાત્ર અધિકાર થી અગમ્ય કારણોસર વંચિત રહ્યા છે...રાજ્યના અનેક નાગરીકોને ઝી ચોવિસ કલાકના કંટ્રોલ રૂમ થકી તેમની તકલીફોમાંથી રાહત મળી છે... અનેક નાગરીકો કે જેઓને શારિરિક તકલીફ હતી પણ તબીબી સારવાર માટે આર્થિક સગવડ ન હતી તેમણે આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી આપવામાં મદદ કરી... અનેક નાગરીકોને આયુષ્યમાન કાર્ડ નિકાળવા માટે જરૂરી એવા આધારા કાર્ડ અને રેશનકાર્ડ બનાવી આપવામાં મદદ કરી.... અનેક ખેડૂતોને કેન્દ્ર સરકારના સહાયના હપ્તા અપાવવામાં મદદ કરી.... અનેક મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય અપાવી છે... આજે આપણે આવાજ એક નવા કિસ્સા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ...
વીઓ
ઝી ચોવિસ કલાકના કાર્યક્રમ કંટ્રોલ રૂમની લોકપ્રીયતા રાજ્યાના છેવાડાના ગામડાના દરેક નાગરીક સુધી પહોચી છે અને અનેક નાગરીકો આ કાર્યક્રમને નિહાળ્યા બાદ પોતાની સમસ્યાઓને વાચા મળશે, તેમની મુશ્કેલી દુર થશે તેમના દુખોનો અંત આવશે તે આશા સાથે ઝી ચોવિસ કલાકના કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી પોતના આપીવીતી જણાવી ન્યાયની અપેક્ષા રાખે છે....એક દિવસ જ્યારે કંટ્રોલ રૂમ ક્રર્યક્રમ પ્રસારિત થઇ રહ્યો હતો ત્યારે ઝી ચોવિસ કલાકની ઓફીસમાં ફોન રણક્યો ....જ્યારે કર્મચારીએ ફોન રીસીવ કર્યો તો સામેથી એક મહિલાનો દુખ ભર્યો અવાજ આવ્યો.... તેણે ફોન પર પોતાની આપ વિતિ વર્ણવી અને કહ્યુ કે ડિસેમ્બર 2023 થી તેમનુ વિધવા સહાયનું પેન્શન બંધ થઇ ગયુ છે જે આજદીન સુધી શરુ થયુ નથી, પેન્શની રકમ પર જ તેમના પરિવારનો આધાર છે નિકળે છે.
અમારા કંટ્રોલ રૂમને મળેલી રજૂઆતની કેટલીક બાબતોની પ્રાથમિક ખરાઇ કર્યા બાદ અમે નિકળ્યા ઉષાબેન શ્રીવાસ્તવના નરોડા સ્થીત ઘરે જવા...
સ્ટાર્ટિંગ પીટીસી- અર્પણ
વીઓ
મહિલાના ફોન અને ફરિયાદના આધારે ઝી ચોવિસ કલાકની ટીમે તેમની મુલાકાત લીધી ત્યારે કેટલીક હકીકત સામે આવી..વિધવા સહાય માટે ઝંખી રહેલી આ મહિલાનું નામ છે ઉષા બેન અરૂણભાઇ શ્રીવાસ્તાવ. 68 વર્ષની ઉંમરે પહોચેલા ઉષાબેનના લગ્ન અરૂણ ભાઇ સાથે 40 વર્ષ પહેલા થયા હતા. તેમના લગ્ન જીવનથી તેમને ચાર સંતાનો થયા, સંતાનોમાં તેમને ચાર દિકરી છે. આખો શ્રીવાસ્તવ પરિવાર સુખેથી જીવન પસાર કરતો હતો. અરૂણભાઇ એક ખાનગી વકીલને ત્યાં ક્લર્કની નોકરી કરતા હતા, જેઓનું 25 વર્ષ પહેલા નિધન થઇ ચુક્યુ છે.... સંતાનોમાં ચારેય દિકરીઓ પરિણીત છે અને પોતપોતાના પરિવાર સાથે રહે છે. તમામ દિકરીઓ પોતાની માતાની સતત દેખરેખ રાખતા આવ્યા છે. પણ દિકરોઓના પણ પરિવાર હોવાથી કેટલીય સામાજીક જવાબાદારી અને મર્યાદાઓ સામે આવતી હોય છે. દિકરીઓ પર વધુ જવાબદારી ન રહે એ માટે ઉષા બેને રાજ્ય સરકારની વિધવા સહાય પેન્શન યોજનાનો લાભ મેળવ્યો. જેથી તેમના જીવન નિર્વાહમાં થોડી ઘણી મદદ થઇ રહે. અત્યાર સુધી આ પેન્શન નિયમીત રીતે તેઓને મળતુ હતુ. પરંતુ ડિસેમ્બર 2023 થી એટલે કે દોઢ વર્ષ કરતા વધુ સમયથી તેઓનુ પેન્શન આવતુ બંધ થઇ ગયુ. જેને લઇને ઉષાબેન ચિંતીત થવા લાગ્યા. પોતાની દિકરીઓ અને આસપાસના લોકોને આ અંગે જાણ કરી. જે બાદ ઉષાબને પોતે, તેમની સગર્ભા દિકરી કેટલીય વાર સરકારી કચેરીના ધક્કા ખાઇ આવ્યા. થઇ જશે, કાલે થઇ જશે, ટેકનીકલ એરર છે, સર્વર ડાઉન છે, ગ્રાંન્ટ આવી નથી.... આવા અનેક જવાબ સાંભળને ઉષાબેન થાકી ગયા...ડાયાબિટીસની બિમારીથી પિડાઇ રહેલા ઉષાબેનની સ્મરણશક્તિ પર પણ થોડી ઘણી અસર થઇ ચૂકી છે. પેન્શન બંધ થવાથી તેમના રોજીંદા જીવન ઉપર પણ તેની અસર જોવા મળી... ડાયાબિટીસની દવા ઉપરાંત અન્ય ખર્ચ માટે તેમને ચિંતા વધવા લાગી.. આ તમામ ચિંતાઓ વચ્ચે તેઓએ સંપર્ક કર્યો ઝી ચોવીસ કલાના કંટ્રોલ રૂમનો....
ટીક ટેક- ઉષાબેન શ્રીવાસ્તવ, અરજદાર (બે ટીકટેક છે, જે યોગ્ય લાગે એ લેવુ)
વીઓ
ઉષાબેન શ્રીવાસ્તવની તમામ માહિતી જાણ્યા અને સાંભળ્યા બાદ અમે જવા નિકળ્યા લાલ દરવાજા સ્થીત વિધવા પેંશનની કચેરીએ... જે મામલે અમે સંબંધીત અધિકારીનો સંપર્ક કર્યો અને લાભાર્થી ઉષાબેનના કિસ્સાની તમામ માહિતી જણાવી... સમગ્ર માહિતી મેળવ્યા બાત તેઓએ આ વિષયમાં તમામ પાસાનો અભ્યાસ કરી ઉષાબેનનો સંપર્ક કરવાની વહેલી તકે વહીવટી ઉકેલ લાવવાની ખાતરી આપી, પરંતુ કેમેરા સમક્ષ કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો..
પીટીસી- અર્પણ (કચેરી બહારથી)
વીઓ
ઝી 24 કલાકના કંટ્રોલરૂમને મળેલા ફોન અને તે બાદ અમે કરેલા પ્રયાસ બાદ એક જ સપ્તાહમાં ઉષાબેનના ખાતામાં અત્યાર સુધીની બાકી રહેલી 30000ની રકમ એક સાથે આવી ગઇ અને ઓગષ્ટ મહીનાનુ પેન્શન પણ શરૂ થઇ ગયુ. જેના પુરાવારૂપે તેઓએ મોબાઇલમાં ઓગષ્ટ મહીનાની પેન્શનની રકમ ક્રેડીટ થઇ હોવાનો આવેલો મેસેજ પણ બતાવ્યો. ઝી 24 કલાકનો સંપર્ક કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ તેમની મોટી સમસ્યાનો અંત આવતા ઉષાબેન ગદગદ થઇ ગયા અને ઝી 24 કલાકનો હ્દયપૂર્વક આભાર માન્યો...
આભાર અને ક્લોઝીંગ ટીકટેક
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowAug 08, 2025 09:48:560
Report
AKArpan Kaydawala
FollowAug 04, 2025 09:01:120
Report
SSSapna Sharma
FollowAug 03, 2025 03:02:510
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 14:18:050
Report
AKArpan Kaydawala
FollowJul 31, 2025 14:30:060
Report
AKArpan Kaydawala
FollowJul 22, 2025 06:46:500
Report