Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan384265
પાટણના 24 યાત્રિકો ઉતરાખંડમાં ફસાયા, પરિવારની ચિંતા વધી!
PTPremal Trivedi
Aug 07, 2025 13:04:40
Patan, Gujarat
એન્કર.. પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે. વીઓ.. હારીજથી 1 ઑગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગા સબંધીઓનું 12 સભ્યનું ગ્રૂપ ટ્રેનમાં રવાના થયું હતું. ઉતરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થઈ રહ્યો ન હોઈ તમામ લોકોના ફોન સ્વિચ્ડ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે. સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે ચારધામની યાત્રાએ ગયેલા રમેશભાઈ રાવળ ના દીકરા પ્રવીણભાઈ રાવળે જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે ટુર લઈ જનાર ડ્રાઇવર સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેને જણાવ્યું હતું કે ગાડી નીચે ઉભી છે અને યાત્રીકો ગંગોત્રીમાં સુરક્ષિત જગ્યાએ છે પાટણ ઉપરાંત ગંગોત્રીમાં 400થી વધુ લોકો સુરક્ષિત જગ્યાએ રખાયા હોવાનું ડ્રાઇવરે જણાવ્યું છે જેથી પરિવારજનોએ થોડો હાથકારો અનુભવે છે પરંતુ હજી સુધી પરિવારના કોઈ પણ સભ્યનો ટેલીફોનિક સંપર્ક ન થતા હાલમાં પણ પરિવાર ચિંતિત બન્યો છે. વિઝન બાઈટ 1 પ્રવીણભાઈ રાવળ પરિવારના સભ્ય બાઈટ 2 જયંતીભાઈ રાવળ પરિવારના સભ્ય બાઈટ. 3. પ્રવીણ ભાઈ રાવળ. હિન્દી..
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
GPGaurav Patel
Aug 07, 2025 14:17:09
Ahmedabad, Gujarat:
અગામી રક્ષાબંધન ના તહેવારને ધ્યાને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રક્ષાબંધન દિવસ દરમ્યાન મહિનાઓ બીઆરટીએસ માં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે બેહનો પોતાના ભાઇને ઘરે જઇ રાખડી બાંધી રક્ષાબંધની ઉજવણી કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે બાઇટ દેવાંગ દાણી ચેરમેન સ્ટેન્ડીંગ સમિતિ એએમસી
0
Report
GPGaurav Patel
Aug 07, 2025 14:16:45
Ahmedabad, Gujarat:
અમદાવાદમાં ૧૩ ઓગસ્ટના રોજ યોજાશે તિંરગા યાત્રા કુબેરનગર વોર્ડ ખાતે તિરંગા યાત્રાનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર યાત્રામાં ૨૫ થી ૩૦ હજાર લોકોના જોડાવાનો અંદાજ તિરંગા યાત્રામાં અમદાવાદ શહેરની ઉપલબ્ધિઓ ના ટેબ્લોનો કરાશે સમાવેશ મહાનગર પાલિકા દ્વારા શહેરના ૪૮ વોર્ડમાં ૧૦ તિરંગાનું વિતરણ કરાશે ૧૫ ઓગસ્ટ બાદ રસ્તા પર રહેલા તિરંગા સન્માન પુર્વક પરત લેવાશે બાઇટ દેવાંગ દાણી ચેરમેન , સ્ટેન્ડીંગ સમિતિ અમદાવાદ
0
Report
NDNavneet Dalwadi
Aug 07, 2025 14:16:19
Bhavnagar, Gujarat:
રિપોર્ટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર તારીખ : ૦૭/૦૮/૨૦૨૫. સ્ટોરી : એવીબી. એપ્રુવલ : અસાઇમેન્ટ. સ્લગ: ભાવનગરમા 70 વર્ષીય વૃદ્ધની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાં. એન્કર: ભાવનગર શહેરના રુવાગામ પ્રધાનમંત્રી આવાસ નજીક સરા જાહેર વૃદ્ધની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાય, કરચલીયાપરા વિસ્તારના વૃદ્ધ વ્યક્તિ સાયકલ પર મજૂરી કામેં જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી બાઇક પર આવેલા ઈસમે વૃદ્ધને રુવાગામ સરકારી આવાસ નજીક ઊભા રાખી ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, હત્યા નિપજાવી અજાણ્યો યુવાન ફરાર થઈ ગયો, જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. વિઓ ૧: ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સતત કથળતી જતી સ્થિતિ વચ્ચે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં મજૂરી કામે જઈ રહેલા વૃદ્ધ ની સાથે ઝઘડો કરી એક યુવાને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સરા જાહેર વૃદ્ધની હત્યા કરી દીધી હતી, ઝનૂની યુવાને જાહેરમાં તીક્ષ્ણ હથિયાર સાથે હત્યા કરી આતંક મચાવતા રહેણાંકી વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. જાણ થતા ઘોઘારોડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. વિઓ ૨: ભાવનગરના શહેરના કરચલિયા પરા વિસ્તારના રૂખડિયા હનુમાન મંદિર નજીક રહેતા 70 વર્ષીય વૃદ્ધ છનાભાઈ ગોહીલ સવારે 9 વાગે સાયકલ લઈને મજૂરી કામે જવા નીકળ્યા હતા, તેને ક્યાં ખબર હતી કે આજે મોત તેનો પીછો કરી રહ્યું છે, છનાભાઈ સાયકલ પર રુવાગામ નજીક પહોંચતા પાછળથી બાઇક પર આવેલા વૃદ્ધને ઊભા રાખ્યા હતા, યુવાન ડેવિડ મકવાણા અને છનાભાઈ વચ્ચે રૂપિયાની લેતીદેતી ને લઈને ઝઘડો ચાલતો હતો, જે બાબતે યુવાનને આજે પણ છનાભાઈને ઊભા રાખી રૂપિયા બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી, પરંતુ વૃદ્ધ પાસે હાલ રૂપિયા ના હોય ડેવિડ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો, તેમજ પોતાની કમરમાં છુપાવેલ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો, આડેધડ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા છનાભાઈ ગોહીલ ત્યાંજ ફસડાઈ પડ્યા હતા, સારા જાહેર હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી, જાણ થતાં ઘોઘારોડ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, તેમજ 108 દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી, ડેવિડ મનસુખભાઈ મકવાણા નામનો યુવાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અગાઉ પણ તેના વિરુદ્ધ અનેક ગુન્હા નોંધાયા હોવાનું બહાર આવ્યું છે, હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપી ડેવિડ મકવાણાને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે. બાઈટ: આર. આર. સિંઘાલ, સીટી ડિવાયએસપી, ભાવનગર.
0
Report
CPCHETAN PATEL
Aug 07, 2025 13:05:52
Surat, Gujarat:
[8/7, 17:32] chetan13patel87: સુરત બ્રેક. રિંગરોડ રઘુકુળ માર્કેટમાં આગનો બનાવ આગ લાગતા અફરાતફરી નો માહોલ 3 ફાયરગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી આગ કંટ્રોલમાં આગને લઈ કોઈ જાનહાની નહિ [8/7, 17:33] Bhavesh mitr chn: *સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦x૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી* ------- *દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી* --------- માહિતી બ્યુરો સુરત-ગુરૂવાર: દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના સંતોએ વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી અર્પણ કરી છે. ગુરૂકુલના ધો. પ થી ૧૧ (ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ) ના ૧૩૦૦ વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ૧૯૦ x ૭૫ ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી હતી. આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસીયા, અંગ્રેજી માધ્યમના આચાર્યશ્રી ધર્મેશભાઈ સલીયા, શિક્ષકોશ્રી જગદીશભાઈ પીપળીયા, પ્રવિણભાઈ પ્રજાપતિના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ રક્ષા- રાખડીની પ્રતિકૃતિ રચી પરસ્પર આત્મીયતાના દર્શન કરાવ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનનું પર્વ પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સમર્પણ ભાવ કેળવવાનું શીખવે છે. માતા કુંતાજીએ પાંડવ-કૌરવોના યુદ્ધ સમયે રક્ષા માટે અભિમન્યુને રાખડી બાંધી હતી. દેવો દાનવોના યુદ્ધ પ્રસંગે પતિની રક્ષા માટે સતીએ ઈન્દ્રને રક્ષા બાંધી હતી. લક્ષ્મીજીએ બલિરાજાને પોતાના ભાઈ માની રક્ષાસૂત્ર બાંધી ભગવાનને બલિરાજાના બંધનથી મુક્ત કર્યા, ત્યારથી ભાઈ-બહેનના પવિત્ર પર્વ તરીકે ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન તહેવાર ઉજવાય છે. શ્રી સ્વામિ.ગુરુકુલ વિદ્યાલયે આકૃતિરૂપ રક્ષા ગુરૂકુલના મહંતસ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી તથા વિદ્યાલયની સેવા સંભાળતા શ્રી ભક્તિતનયદાસજી સ્વામીના આશીર્વાદ સાથે દેશ માટે પોતાનું બલિદાન આપનાર વીર જવાનો તથા પહેલગામના હુમલામાં પોતાના વ્હાલસોયા ભાઈ ગુમાવનાર બહેનોને અર્પણ કરાવી હતી. -૦૦-
0
Report
PTPremal Trivedi
Aug 07, 2025 13:05:25
Patan, Gujarat:
એન્કર:- ચારધામની યાત્રાએ ગયેલા ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના 9 યાત્રિકો ઉતરાખંડમાં ફસાતા સંપર્ક વિહોણા બન્યા છે જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. પરિવારના સભ્ય સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતા તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યુ છે પરંતુ પરિવારના કોઈ પણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતા પરિવાર હજુ ચિંતિત બન્યો છે. વિઓ:- ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી 1લી ઓગસ્ટના રોજ ઠાકોર પાટીદાર અને રાવળ સમાજના મળી કુલ 9 યાત્રિકો ચારધામની યાત્રાએ ગયા હતા. ઉતરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ મોડી રાતથી એક પણ સભ્ય સાથે ફોનમાં સંપર્ક થયો નથી તમામ યાત્રિકોને ફોન સ્વિચ ઓફ આવી રહ્યા હોઈ તમામ સભ્યો સંપર્ક વિહોણા બનતાં પરિવારજનો સહિત ગામ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. વડાવલી ગામમાં યાત્રિકોના પરિવારના સભ્યોએ રજણાવ્યું હતું કે ત્રણ દિવસ અગાઉ ટેલિફોનિક વાતચીત થઈ હતી તેમાં તેઓએ જણાવ્યું હતું કે ત્રણ ગાડીઓ લઈને અમે ગણગોત્રી જવા નીકળ્યા છે રાત્રે અમારો રાત્રે સંપર્ક કરજો પરંતુ ત્યારથી અત્યાર સુધી કોઈપણ વ્યક્તિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી હાલમાં તમામ લોકોના ફોન બંધ આવે છે જેથી અમો ચિંતામાં મુકાયા છીએ. ગામના સરપંચે જણાવ્યું હતું કે વહીવટી તંત્રના અધિકારીઓને ગામમાંથી ચારધામની યાત્રાએ ગયેલા તમામ યાત્રીકોની ટેલીફોન નંબર સાથેની માહિતી આપવામાં આવી છે. પરિવારના એક સભ્ય સાથે ગાડીના ડ્રાઈવર સાથે વાતચીત થતા પરિવારના સભ્યો સુરક્ષિત હોવાનું જણાવ્યું છે પણ હજી સુધી એક પણ પરિવારના સભ્ય સાથે ટેલિફોનિક વાતચીત થઈ નથી જેથી સમગ્ર ગામ લોકોમાં યાત્રિકોને લઈ ચિંતા જોવા મળી રહી છે. 1 જસીબેન પથુજી ઠાકોર 2 આત્મારામ ચંદુજી ઠાકોર 3 કેશરબેન આત્મારામ ઠાકોર 4 રઈબેન મફતજી ઠાકોર 5 કનુભાઈ સોમાભાઈ રાવળ 6 મંજુલાબેન કનુભાઈ રાવળ 7 વિજયાબેન દલુભા રાવળ 8 પેલાદભાઈ મફતલાલ પટેલ 9 મધુબેન પેલાદભાઈ પટેલ બાઈટ. 1.પથુજી ઠાકોર. પરિવાર જન.. વડાવલી ગામ બાઈટ. 2.મહેશ ભાઈ ઠાકોર. પરિવારજન. વડાવલી બાઈટ. 3. હરગોવન ભાઈ પટેલ સરપંચ. વડાવલી
0
Report
PTPremal Trivedi
Aug 07, 2025 13:04:09
Patan, Gujarat:
એન્કર.. પાટણ શહેરમાં ચોરી, લૂંટ, ખંડણી, મારામારી સહિતના ગુનામાં મોસ્ટ વોન્ટેડ આરોપી ઝહીરખાન બેલીમ ઉર્ફે ખોખર છેલ્લા એક વર્ષ થી ફરાર હોઈ પાટણ પેરોલ ફરલોં ની ટીમ દ્વારા રાત્રી દરમ્યાન પાટણ માંથી ઝડપી પડ્યો હતો અને પાટણ શહેર એ ડિવિઝન ના વિવિધ ગુનામા વોન્ટેડ હોઈ તેને સોંપવામાં આવતા આરોપી ઝહીર ખાન નું બુકડી વિસ્તાર મા જાહેર મા સરગસ કાઢી ગુનાનું રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું . બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ જાહેરમાં મારામારીના ગુનામાં ઝહીરખાન વોન્ટેડ હોય તે ગુના અંતર્ગત કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી Wkt. પ્રેમલ ત્રિવેદી. પાટણ
0
Report
GPGaurav Patel
Aug 07, 2025 12:15:47
Ahmedabad, Gujarat:
એન્કર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શો રૂમમાં લાંબા સમયથી નોકરી કરતા કર્મચારીએ છેતરપિંડી આચરી છે. વેપારીએ એકાઉન્ટન્ટ પર ભરોસો થતા તેને શો રૂમનું સંચાલય સોંપ્યું હતું, જોકે તે વાતનો જ ગેરલાભ લઈને આરોપીએ એક બે નહીં પરંતુ 12 કરોડથી વધુની કિંમતના દાગીનાની ઉચાપત કરી નાખી. વેપારીની જાણ થતાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કોણ છે આરોપી અને કઈ રીતે કરી કરોડોની ઉચાપત..જોઈએ આ અહેવાલમાં... વિઓ 1 આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ રવિ વસંતભાઈ રામી છે. આ યુવકે પોતાના નોકરીના સ્થળે જ મોટી ઉચાપત કરી નાખતા એને જેલમાં જવાનો વારો આવ્યો છે. ઘટનાની વાત કરીએ તો મણિનગર વિસ્તારમાં આવેલી આર.એસ ઝવેરી શો રૂમના માલિક શૈલેષકુમાર જૈન દ્વારા આ આરોપી સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આ રવિ રામી તેઓના સોના ચાંદીના શો રૂમમાં એકાઉન્ટ હેડ તરીકે દસ વર્ષથી નોકરી કરતો હોય ફરિયાદીને તેના પર વિશ્વાસ આવતા મણિનગર ખાતેના શો રૂમનો સંચાલન રવિ રામીને સોંપ્યું હતું. જોકે આરોપીએ તે વાતનો ગેરલાભ લઈને શો રૂમમાં આવતા સોનાના હિસાબમાં ગોટાળા કરી 11 કરોડ 73 લાખના સોનાની અને રોકડ સહિત 12 કરોડથી વધુની ઠગાઈ આચરી હતી. બાઈટ: મનોજ ચાવડા, ACP, EOW, અમદાવાદ વિઓ 2 આ મામલે આરોપીની ધરપકડ કરી તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે રવિ રામી તેમજ તેનો ભાઈ કશીશ રામી બંને જણાએ ભેગા મળીને આર.એસ ઝવેરી અને આર.એસ ઝવેરી LLP બંનેના ખાતામાંથી એક મહિનામાં બે વાર બેંક મારફતે તેમજ રોકડમાં પગાર પેટે રકમ મેળવી ઉચાપત કરી હતી. જે પૈસા કશીશ રામી મુખ્ય આરોપી રવિ રામીના બેંક ખાતામાં અને રોકડમાં પૈસા આપી દેતો અને બાકીની રકમ અંગત ઉપયોગમાં વાપરી નાખતો હતો. આરોપી રવિ રામીએ તેની પત્ની ફરિયાદીની કંપનીમાં નોકરી ન કરતી હોવા છતાં તેને પગારદાર બતાવી કંપનીના લેટરપેડ અને અન્ય દસ્તાવેજનો દુરુપયોગ કરી પત્નીના નામે ₹ 20 લાખ રૂપિયા ની લોન પણ મેળવી હતી. બાઈટ: મનોજ ચાવડા, ACP, EOW, અમદાવાદ વિઓ આ ગુનામાં સામેલ સહ આરોપી કશીશ રામીની પહેલી ઓગસ્ટ 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી રવિ રામીની પાંચમી ઓગસ્ટે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીએ ઉચાપત કરીને મેળવેલી કરોડોની રકમ કઈ જગ્યાએ વાપરી અને તેનાથી કોઈ મિલકત ખરીદી છે કે કેમ એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. તેવામાં પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું..
0
Report
AKAshok Kumar
Aug 07, 2025 11:50:30
Junagadh, Gujarat:
એન્કર.....એશિયાઈ સિંહોની વસ્તી વધારો સારું પરિણામ, સરકારે સિંહ સંવર્ધન અને જાળવણી માટે અનેક પ્રોજેક્ટો લાવ્યા, વિઓ.....ગિરનો રાજા કહેવાતા એશિયાઈ સિંહોની વસ્તી હાલ ખૂબ જ સારા પ્રમાણમાં વધી છે , પહેલા કરતા સિંહોની વસ્તી સુધરી છે, સિંહોની જાળવી અને સુરક્ષા માટે સરકારે અનેક પ્રોજેકટો અમલમાં મુક્યા છે, હાલ સિંહોની ઉતરોતર વધી ગઈ છે હાલ જંગલ વિસ્તાર છોડી સિંહો હવે માનવ વસ્તી તરફ આવવા લાગ્યા છે, સિંહોના સંવર્ધન, સંરક્ષણ, જાળવણી માટે સત્કાર હર હંમેશા પ્રયત્નશીલ છે જેથી સિંહોની વસ્તી વધવામાં સારું એવું પરિણામ આવ્યું છે, સરકારની સાથો સાથ લોકોની પણ ફરજ છે કે સિંહોની જાળવણી કરીએ,
0
Report
DRDarshal Raval
Aug 07, 2025 11:50:03
Ahmedabad, Gujarat:
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ આવી વિવાદમાં *સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી* *દર્દી સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા મારામારી કર્યાનો આક્ષેપ* *ટ્રોમા સેન્ટરમાં સારવાર લઈ રહેલ દર્દી સાથે સિક્યુરિટી ગાર્ડનું ગેરવર્તન* આ*દાખલ દર્દીને સિક્યુરિટીએ માર્યો માર* *દર્દીના માતાએ વિડીયો બનાવીને આપી જાણકરી* સમગ્ર ઘટના પર સુપરિટેન્ડેન્ટ ડો રાકેશ જોશી નું નિવેદન સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો મામલો સિક્યુરિટી ગાર્ડ લાફો માર્યો તેની સુપ્રિટેન્ડન્સ ડો રાકેશ જોશી કરી કબૂલાત સ્પેશિયલ શિફ્ટિંગ નો મામલો બેડ બદલવાનું હતો ઈશ્યૂ બેડ બદલવાની વાતમાં દર્દી અને ડોક્ટર વચ્ચે થઈ હતી બોલાચાલી.. બોલાચાલી દરમિયાન ઝપાઝપી થતા સિક્યુરિટી ગાડે માર્યો લાફો સિક્યુરિટી ગાર્ડ લાફો ના મારવો જોઈએ - ડો રાકેશ જોશી સિક્યુરિટી ઓફિસરને તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યો સસ્પેન્ડ બાઈટ. દર્દીના સગા બાઈટ. ડો. રાકેશ જોશી. સુપરિટેનડેન્ટ ફીડ. વોટ્સપ
0
Report
GPGaurav Patel
Aug 07, 2025 10:55:47
Ahmedabad, Gujarat:
અમદાવાદ એલિજબ્રિજ ઓરિએન્ટલ ક્લબ બબાલ મામલો.. મારમારી ના સીસીટીવી આવ્યા સામે.. ક્લબ મા બબાલ કરવા ગયેલા ભદ્રેશ શાહ ,તેની દીકરી હેતા શાહ, ભાઈ ભૂમિલ શાહ અને હેમાક્ષી સહિત 15 ના ટોળા સાથે ક્લબ પહોંચી બબાલ શરૂ કરી.. મંગળવાર ની મોડી સાંજે ભદ્રેશ તેના પરિવાર સાથે ક્લબે પહોંચી હોબાળો કર્યો હતો.. બેલ્ટ ના પટે થી ભદ્રેશ શાહએ કમિટી મેમ્બર દિવ્યાંગ ને માર મારી રહ્યો સીસીટીવી આવ્યા સામે.. આરોપી ભદ્રેશ ની સાથે તેની દીકરી હેતા અને તેનો ભાઈ ભૂમિલ પણ દિવ્યાંગ ભાઈ ને લાતો મારે છે.. હેતા શાહ નામની યુવતીએ વિડ્યો બનાવીને કરેલા આક્ષેપ મામલે પોલીસે ખુલાસો કર્યો.. પોલીસને કંટ્રોલ મેસેજ મળતા પોલીસ પહોંચી હતી અને બન્ને વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી હતી.. 30 જૂન રોજ ભદ્રેશ શાહ ની ક્લબ દ્વારા મેમ્બરશીપ રદ કરી દીધી હતી.. જેની નોટિસ કલબ માં ચોટાડી હતી છતાં પણ મંગળવારે ભદ્રેશ શાહ પરિવાર સાથે ટોળું લઈ ક્લબ માં બબાલ કરી હતી.. આ મારમારી માં દિવ્યાંગ ઇજા પહોંચી છે.. એલિજબ્રિજ પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી છે.. બાઈટ - શિવમ વર્મા , ડીસીપી ,ઝોન -7
0
Report
UPUMESH PATEL
Aug 07, 2025 09:19:04
Valsad, Gujarat:
Approved By Vishal એન્કર : વલસાડ શહેરમાં ઘરફોડ ચોરી કરવું આરોપી ઓને પડ્યું ભારે પોલીસ દ્રારા શહેરમાં થયેલી ઘરોફોડ ચોરીના માસ્ટર માઈન્ડ સહિત અન્ય બે લોકો ને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે પકડેલા ઘરફોડ ચોરીના માસ્ટર માઈન્ડ ને પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરિંગ ...પકડાયેલા મુખ્ય આરોપી પર 70 જેટલાં ગુનાહો નોંધાયા છે ત્યારે કોણ છે આ આરોપી અને ક્યાં ક્યાં કર્યા હતા ગુનાહો જોઈએ એ ક્રાઇમ રિપોર્ટ માં વિઓ 01 : વલસાડ શહેરના અબ્રામા મણિબાગ સોસાયટી ખાતે રહેતા દેવાનંદ આહિર પોતાના પરિવાર સાથે 29-30 એપ્રિલ એ બહારગામ ગયા હતા તે દરમિયાન મણીબાગ ખાતે તે દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ ઘૂસી જઇ ઘરમાંથી 10 હજારની ઘડિયાળ અને એક કારની ચોરી કરી ભાગી છુટ્યા હતા.જેની ફરિયાદ વલસાડ સિટી પોલીસને નોંધાવતા જિલ્લા પોલીસ દ્રારા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી 200 થી વધુ સીસીટીવી અને ટેક્નિકલ એનાલિસિસ ની મદદ લઈ વલસાડ જિલ્લા પોલીસે પહેલા મલંગ શેખ ને કાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો જે બાદ મહંમદ ઇબ્રાહિમ ને પણ પોલીસે પકડી પાડ્યો હતો પરંતુ મુખ્ય આરોપી મંજૂનાથ કેલકરે ને જિલ્લા પોલીસે કર્ણાટક પોલીસ ની મદદ થી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ આરોપીને પકડવા ગઈ હતી ત્યારે આરોપીએ કર્ણાટકા પોલીસના psi પર ફાયરિંગ કરતા psi ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ પોલીસે આરોપીને પકડવા માટે ફાયરિંગ કરતા આરોપી ને પગના ભાગે ગોળી લાગતા આરોપી ઇજા ગ્રસ્ત થવા પામ્યો હતો બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વિઓ 02 : પોલીસ પકડમાં ઉભેલા આ આરોપી નું નામ છે મંજૂનાથ કેલકરે..આરોપી તમને જોવામાં સામાન્ય લાગશે પરંતુ આ આરોપી સામાન્ય નથી આ આરોપી એ કર્ણાટકા રાજ્યમાં 70 થી વધુ ગુનાહોને અંજામ આપ્યો છે આરોપીને જ્યારે પોલીસ પોલીસ પકડવા ગઈ ત્યારે આરોપી એ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું આરોપી ઘરફોડ ચોરી ,લૂંટ જેવા ગુનાહોની સાથે આમસ એક્ટના ગુનાહમાં સામેલ હોવાનું સામે આવું છે મુખ્યત્વે મુખ્ય આરોપી મંજૂનાથ દ્રારા જેલના અંદર અન્ય આરોપી ને મળતો હતો અને પોતાની સાથે ઘરફોડ ચોરીના ગુનાહમાં સામેલ કરતો હતો પોલીસ દ્રારા આરોપી ને પડકવા માટે સતત 3 મહિના સુધી ટેક્નિકલ એનાલિસિસ ની મદદ લેવામાં આવી હતી અને દિલ્હી,કર્ણાટક,ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યો માં તપાસ હાથ ધરવામાં આવતા આરોપી આખરે પોલીસના હાથ લાગ્યો છે બાઈટ : ડો કરનરાજ વાઘેલા વલસાડ જિલ્લા પોલીસ વડા વિઓ 03 : વલસાડ શહેરમાં થયેલી ઘરફોડ ચોરી અને કાર ચોરી માં સામેલ તમામ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચોરી માં ગયેલ તમામ વસ્તુઓ રિકવર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરી છે ઉમેશ પટેલ ઝી મીડિયા વલસાડ
0
Report
CPCHETAN PATEL
Aug 07, 2025 08:36:27
Surat, Gujarat:
સુરત બ્રેક સરથાણા વિસ્તારમાં એક રમૂજ વિડીયો આવ્યો સામે પાણી પુરી ખાય રહેલી યુવતીની મોપેડ કરવામાં આવી હતી ટોઈગ મોપેડ ટોઈગ થતા યુવતી ટ્રાફિક પોલીસકર્મી પાસે ગાડી છોડાવવા આજીજી કરવા લાગી હતી મોપેડ નહિ છોડતા યુવતી એકાએક રડવા લાગી જાહેરમાં મોપેડ નહિ છોડતા યુવતીએ ક્રેઇનને રોકવાનો પ્રયાસ કર્યો હતો આખરે દયા રાખી ટ્રાફિક પોલીસે યુવતીની મોપેડ નીચે ઉતારી આપી દીધી
0
Report
CPCHETAN PATEL
Aug 07, 2025 08:36:18
Surat, Gujarat:
સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા બે યુવાનોને પકડવામાં આવ્યા હતા. બંને ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો. બે પૈકી એક યુવકનો પિતરાઈ ભાઈ છોડાવવા માટે સરથાણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અહીં સબ ઈન્સ્પેક્ટર એમ.જી. લીંબોલાને મળ્યો હતો અને બંનેને વહેલા જામીન મુક્ત કરવા માટે વિનંતી કરી હતી.સબ ઇસ્પેક્ટર દ્વારા બંનેને મારથી બચાવવા હોય અને વહેલા જામીન મુક્ત કરવા હોય તો લાંચની માંગણી કરવામાં આવી હતી. ગુનો નાનો હોવા છતાં પણ ૪૦ હજારની જંગી રકમની માંગણી કરવામાં આવતા યુવકે એસીબી નો સંપર્ક કર્યો હતો. સુરત એન્ટિ કરપ્શન બ્યુરો પાસે નહીં જવાને બદલે યુવકે વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોના દરવાજા હતા. ફરિયાદ મળતા જ વડોદરા ગ્રામ્ય એસીબીના ઈ સ્પેક્ટર જે.એમ. સિંદે ટીમ સાથે સુરત આવી પહોંચ્યા હતા અને સરથાણા પોલીસ મથકમાં જ ગુપ્ત રીતે પહોંચવા ગોઠવાઈ ગયા હતા. યુવક પાસેથી સબ ઇન્સસ્પેકટરએ લાંચના નાણા સ્વીકાર્યા તે સાથે જ એસીબીની ટીમે તેમને રંગે હાથ પકડી લીધા હતા. વોક થ્રુ.. ચેતન ..... ACBના સકંજામાં PSI લાંચ લેતા ઝડપાયા, 40,000 સાથે રંગે હાથ પકડાયા ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના PSI એમ.જી. લીંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. PSI લીંબોલાએ એક ગુનાના આરોપીઓને ન મારવા અને ઝડપી જામીન પર છોડવા માટે ફરિયાદી પાસે લાંચ માંગી ફરીયાદી પાસેથી 40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો ACBએ ગોઠવેલા છટકા દરમિયાન PSI લીંબોલા સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં લાંચ સ્વીકારતા પકડાઈ ગયા ACB દ્વારા આરોપીને ડિટેઈન કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વોક થ્રુ..ચેતન
0
Report
AKArpan Kaydawala
Aug 07, 2025 08:19:13
Ahmedabad, Gujarat:
એડ જમાલપુરમાં amc ની એજન્સીના વાહને કરેલા અકસ્માતનો મામલો સમગ્ર મામલે વિપક્ષે મૃતકના પરિવારને 5 લાખનું વળતર આપવાની માંગ કરી વારે વારે બનતા amc અને એજન્સીઓના વાહનોથી અકસ્માત બનાવમાં વળતર ચુકવવાની પોલિસી બનાવવાની પણ માંગ કરી બાઈટ : શેહઝાદખાન પઠાણ, નેતા - વિપક્ષ , amc
0
Report
Advertisement
Back to top